Customer Care Number: 88 01 01 01 73

FAQ (Gujarati)

ખેડૂતસેવા એ શું છે ?

ખેડૂત સેવા એ એક ખેડૂતો માટે ખેડૂતો વતી ખેડૂતો દ્વારા ચાલતી સંસ્થા છે.જેનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતો ને સીધા ગ્રાહકો સાથે જોડવાનો છે. (SAR-PAT FARMERS PRODCUER COMPANY LIMITED)

તાલાલા-ગીર ની કેસર કેરી છે?

હા, તાલાલા-ગીર વિસ્તારની કેસર કેરી છે.

તમે ફોન પર અમારો ઓર્ડર બુક કરો છો અથવા વોટ્સએપ પર?

નહીં, આટલા મોટા પાયે જાતે રેકોર્ડ રાખવું મુશ્કેલ છે એટલે મોબાઈલ એપ્લીકેશન થી જ ઓર્ડેર આપવો, મોબાઈલ એપ્લીકેશન ખુબ સરળ છે. તમારે તમારું એકાઉન્ટ બનાવી ને હિસ્ટરી પણ ચેક કરી શકો છો. મોબાઈલ એપ્લીકેશન ની લિંક https://bit.ly/3fggMH9

મેં ઓર્ડેર બુક કરેલ છે તો મને ડિલીવરી ક્યારે મળશે ?

લોકડાઉન ને કારણે ગાડીઓ ની વ્યવસ્થા કરવા માં તકલીફ પડી રહી છે તથા મજુર વર્ગ ની તકલીફ ના કારણે ડિલીવરી ૨૧.૦૫.૨૦ પછી ચાલુ થશે. તમને ડિલીવરી ની માહિતી મોબાઈલ પર SMS તથા ઇમેલ પર પણ મોકલવામો આવશે એટલે એ બાબતે કોઈ ઈન્કવાયરી ફોન પર ન કરવા વિનંતી.

શું તમે મારા ઓર્ડરને મારા ઘરે પહોંચાડશો?

હા, અમે તમારા દ્વારે પહોંચાડવાનો ઈરાદો ધરાવીએ છીએ, કદાચ વિસ્તાર પ્રમાણે એક ડીલીવરી પોઈન્ટ પણ બનાવી ને તમને જાણ કરી શકીએ, આપણે બધાએ સરકારી સૂચનાઓ અને નિયમનોનું પાલન કરવું પડે છે જેથી અમે તમને ડિલિવરી ના સ્થળ વિશે જણાવીશું.

જો મારે વધારે માત્રામાં ખરીદવી હોય તો મને કિંમત માં કોઈ છૂટ મળશે?

ના, અમે કોઈ પણ જથ્થા પર ડિસકાઉન્ટ નથી આપતા, પહેલેથી જ ઓછી કિંમતોમાં વેચાણ કરીએ છીએ.

મારે તમારા ઉત્પાદનોને બજારમાં બીજા લોકો ને વેચવા હોય તો?

ના, ખેડૂતસેવા એક રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ની ખેડૂત ઉત્પાદક કંપની છે જેથી તમે અમારી કોઈ પણ પ્રોડક્ટ ને ફરીથી વેચી શકતા નથી. તમે ફક્ત તમારા પોતાના ઉપયોગ માટે ખરીદી શકો છો.

હું મારા ઓર્ડેર માટે કેવી રીતે ચુકવણી કરી શકું?

તમે ડિલિવરી સમયે પેટીએમ, UPI અથવા ફોનપે દ્વારા ચૂકવણી કરી શકો છો અને સરકાર માન્યતા આપે તો રોકડ માં પણ આપી શકો છો.

શું હું કેરી સિવાય શાકભાજી અને ફળો બુક કરી શકું છું?

ના, અમે ફક્ત તમારા શહેરમાં કેસર કેરી પહોંચાડીએ છીએ. (અમેં ફક્ત આણંદ શહેર મો બધી પ્રોડક્ટ નો સપ્લાય કરીએ છીએ)

તમે કેરી સપ્લાય કયા કયા શહેર માં કરો છો ?

અમે વડોદરા, આણંદ, નડિયાદ, મહેમદાબાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, ઉંજા, પાલનપુર, ઇડર, હિંમતનગર, પ્રાંતિજ, રાજકોટમાં કેરી સપ્લાય કરીએ છીએ.

આપણે ઝીપ કોડ માંગે ત્યાં શું લખવાનું છે?

તમારે તમારા ક્ષેત્રના પિન કોડનો ઉલ્લેખ કરવો પડશે, જો તમારા એરિયાનો પીન કોડ નથી સ્વીકારતા તો અમને તમારા પીન કોડ અને એરિયા નું નામ લખી ને ઈમેલ મોકલાવવો pincode@khedutseva.com એટલે અમે તમારો પીન કોડ સીસ્ટમ મો અપડેટ કરી દઈશું.

કેરી પાકી કે કાચી હશે?

તમે એક અઠવાડિયામાં ખાઈ શકો છો, કોઈ પણ જાત ના હાનીકારક તત્વો વગર પાકે છે.

એક પેટી મો કેટલા નંગ આવે ?

રેગુલર કેસર કેરી ની પેટી મો અંદાજીત ૪૫ ફળ ના નંગ આવે ને પ્રીમિઅમ પેટી મો અંદાજીત ૩૫ ફળ ના નંગ આવે.

કેરીનો ભાવ કેટલો છે?

તે એપ્લિકેશન પર ઉપલબ્ધ છે અને ખેતરમાં કેરીની ઉપલબ્ધતા પ્રમાણે તે સમય સમય પર બદલાશે.

જો ઓર્ડર આપવા મો ભૂલ થઇ હોય, જરૂર ના હોય એવી પ્રોડક્ટ નો ઓર્ડર થયી ગયો હોય અથવા તમારા શહેર મો અમો ડિલીવરી નથી આપતા એવી પ્રોડક્ટ નો ઓર્ડર થઇ ગયેલ છે તો અમારે શું કરવું જોઈએ ?

ઓર્ડર માં બદલવાની વિગત સાથે તથા તમારા બુક કરેલ ઓર્ડર નંબર ની વિગતો સાથે અમને એક ઈમેઇલ mistake@khedutseva.com પર છોડો જેથી અમે તેને બદલવાનો કરવાનો પ્રયત્ન કરીશું અથવા અમે ઓર્ડરને રદ કરીશું અને તમે એક નવો ઓર્ડર કરી શકો છો, જે પણ પ્રક્રિયા કરીશું એની તમને જાણ કરીશું.

ઓર્ડર બુક કરવાના સમયે પેમેન્ટ પ્રોસેસ થયી ગયું (કપાઈ) ગયું પણ ઓર્ડર બુક ના થયો અથવા બુક થયા ની કોઈ જાણકારી નથી મળી.

પેમેન્ટ ની રકમ, તારીખ, સમય, અને પેમેન્ટ જેનાથી કર્યું હોય તેની વિગત સાથે અમને refund@khedutseva.com પર એક ઇમેલ મોકલવો જેથી કરી ને અમે તમારો ઓર્ડર સ્વીકાર્ય ની ઇમેલ થી જાણ કરશું અથવા તમારું પેમેન્ટ રીટર્ન કરવાની તૈયારી શરુ કરશું.

ડિલિવરી સમયે આપણે કેરી પસંદ ના થાય તો શું?

તમે તેને અમારા ડિલિવરી બોય સાથે પરત આપી શકો છો અને ડિલિવરીને અસ્વીકાર કરવા માટે કાગળ પર હસ્તાક્ષર કરી શકો છો.

રેગુલર કેસર કેરી અને પ્રીમિયમ કેસર કેરીમાં શું તફાવત છે?

મૂળભૂત બે તફાવત, ઉગાડવામાં આવેલ ખેતર ની પસંદગી અને ફળની સાઈજ.

તમારી સરકારી સંસ્થા છે?

ના, આ ખેડુતોની એક સહકારી ખેડૂત ઉત્પાદક કંપની છે

આપણો ઓર્ડર ક્યારે પહોંચાડવામાં આવશે?

આપણે બધાએ સરકારી સૂચનાઓ અને સલાહનું પાલન કરવું જોઈએ જેથી અમે લોકડાઉન કર્યા પછી તરત જ ડિલિવરી શરૂ કરીશું, અંદાજીત ૨૦ મેં ૨૦૨૦ ની આસપાસ. તમને SMS થી કે ઇમેલ થી જાણકારી આપતા રહીશું. તો કસ્ટમર કેર માં ફોન કરવાની જરૂર નહિ પડે.

શું હું મારા ઓર્ડરને સુધારી શકું છું?

હા, તમારે તમારો ઓર્ડર નંબર અને સુધારો કરવાની સંપૂર્ણ વિગતો સાથે અમારા ઇમેઇલ આઈડી પર શેર કરવાનો રહેશે જેથી અમે અહીંથી સુધારીશું. change@khedutseva.com પર કરવાનો રહેશે, તમારી વિનંતી ની સ્થિતી ફક્ત ઇમેલ થી જાણી શકાશે.

શું હું મારો ઓર્ડર રદ કરી શકું?

હા, કૃપા કરીને ઓર્ડર નંબર તથા રદ કરવાના કારણ સાથે એક ઈમેઇલ cancel@khedutseva.com પર છોડો.

જો મારી પાસે આઇફોન છે તો મારે શું કરવું જોઈએ?

તમે અમારી વેબસાઇટ http://khedutseva.com પર તમારો ઓર્ડર બુક કરી શકો છો

તમારી પ્રોડક્ટ ઓર્ગનિક છે?

અમે ઓર્ગેનિક શબ્દનો ઉપયોગ કરવામાં અસમર્થ છે કારણ કે આપણી પાસે ઓર્ગેનિક સર્ટિફિકેટ નથી, પરંતુ તે જોખમી કેમિકલ અને જંતુનાશકોથી મુક્ત છે, નેચરલ કેરી છે.

ઓર્ડર નું પેમેન્ટ ક્યારે કરવાનું રહેશે ?

તમે ઓર્ડર બુક કરતી વખતે ઓનલાઈન તથા ડિલીવરી/કેરી મળે તે વખતે રોકડ કે ડીજીટલ પેમેન્ટ કરી શકો છો.

હું કેવી રીતે મારા ઓર્ડર ની વિગતો ચકાસી શકું?

તમે અમારી એપ્લિકેશનમાં તમારા એકાઉન્ટમાં લોગઇન કરી શકો છો અને પછી વિગતો જોવા માટે એકાઉન્ટ વિભાગમાં ચેક કરી શકો છો.

મને મારા ઓર્ડરને ચેક આઉટ કરવામાં કે એપ્લીકેશન ડાઉનલોડની પ્રક્રિયા કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમે અમારી મોબાઇલ એપ્લિકેશન પર અમે ભારે ટ્રાફિકનો સામનો કરી રહ્યા છીએ, તેથી અમે તમને સવાર-સાંજ અથવા નીચા ટ્રાફિકના સમય પર પ્રયાસ કરતા રહેવાની વિનંતી કરીએ છીએ.

હું ખાતામાં સાઇન અપ (નવું એકાઉંટ) કરવામાં અસમર્થ છું.

અમારી બાજુથી બધી સિસ્ટમ યોગ્ય રીતે કાર્ય કરી રહી છે પરંતુ તે કામના વધારે ભાર અને ટ્રાફિકને કારણે હોઈ શકે છે.

મારે ઓર્ડર કેન્સલ કરવા માટે શું કરવું ?

તમારે તમારા ઓર્ડર નંબર, ઓર્ડર કેન્સલ કરવાના કારણ સાથે અમને એક ઇમેલ કરવાનો છે. cancel@khedutseva.com પર

વધારે જથ્થા મો ઓર્ડર કરવાથી ડિલીવરી વહેલા મળી શકે છે ?

ના, અમે ઓર્ડર ના ક્રમ ને અનુસરવાની કોશિશ કરીશું, છતાય ક્રમ પસંદગી નો અધિકાર ખેડૂતસેવા નો જ રહેશે.

ઓછા મો ઓછી કેટલી પેટી કેરી મંગાવવી પડે ?

ઓછા મો ઓછી એક પેટી તમે મંગાવી શકો છો